અમેરિકામાં પ્રેસિડેન્ટ પદની ચૂંટણીમાં ટ્રમ્પ અને હેરિસ વચ્ચે ખરાખરીનો જંગ

અમેરિકામાં પ્રેસિડેન્ટ પદની ચૂંટણીમાં ટ્રમ્પ અને હેરિસ વચ્ચે ખરાખરીનો જંગ

અમેરિકામાં પ્રેસિડેન્ટ પદની ચૂંટણીમાં ટ્રમ્પ અને હેરિસ વચ્ચે ખરાખરીનો જંગ

Blog Article

અમેરિકામાં પ્રેસિડેન્ટ પદની ચૂંટણીમાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ અને ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેનો ખરાખરીનો જંગ જામ્યો છે. બંને નેતા મતદારોને આકર્ષવા તમામ પ્રકારના વિકલ્પો અજમાવી રહ્યા છે. જોકે, અંતિમ લડાઇમાં મહત્વના રાજ્યો અમેરિકાના નવા પ્રેસિડેન્ટ નક્કી કરશે.

રીપબ્લિકન પક્ષના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, “ડેમોક્રેટિક પાર્ટી મારી તુલના નાઝીઓ સાથે કરી રહ્યા છે, જે બિલકુલ ખોટું છે.” ઉલ્લેખનીય છે કે, કમલા હેરિસ ચૂંટણી પ્રચારમાં છેલ્લા કેટલાક દિવસથી એક વાક્યનો ખાસ ઉપયોગ કરે છે કે, “મને જે મત નહીં આપે તે નાઝી છે.” અમેરિકાના પ્રેસિડેન્ટની ચૂંટણીના પરિણામમાં મહત્વની ભૂમિકા ભજવનારા સાત રાજ્યોમાં જ્યોર્જિયાનો સમાવેશ થાય છે. ચાલુ સપ્તાહે જાહેર થયેલા સીએનએનના પોલમાં ૪૭ ટકા લોકોએ ટ્રમ્પને પસંદ કર્યા હતા અને એટલા જ (૪૭ ટકા) લોકોએ કમલા હેરિસને ટેકો આપ્યો હતો.

અમેરિકામાં પાંચ નવેમ્બરે ચૂંટણી યોજાવાની છે ત્યારે ટ્રમ્પે પોતાને ‘ફાસિસ્ટ’ કહેવા બદલ કમલા હેરિસની ઝાટકણી કાઢી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે, “હું નાઝી નથી. હું તેનો વિરોધી છું. તે (કમલા) ફાસિસ્ટ છે.” રવિવારે ન્યૂ યોર્કના મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં ટ્રમ્પની જાહેર સભા પછી હેરિસે તેને ૧૯૩૯ની નાઝીઓની સભા સાથે સરખાવી હતી. એ સભામાં ટ્રમ્પે ટેક્સ સહિત મોટા પોલિસી નિર્ણય જાહેર કર્યા હતા. દરમિયાન કમલા હેરિસે સોમવારે મિશિગનમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. આ પણ એવું રાજ્ય છે જે ચૂંટણી પરિણામમાં મોટી ભૂમિકા ભજવી શકે. હેરિસે જણાવ્યું હતું કે, “તે (ટ્રમ્પ) નોકરિયાત અને મધ્યમ વર્ગના લોકો માટે ચિંતિત નથી

Report this page